Home> India
Advertisement
Prev
Next

ચારે બાજુ મોદી મોદી...પણ મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતા ખુબ હતાશ, જોડાઈ શકે છે કોંગ્રેસમાં

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે બહુ જલદી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ દેશભરમાં મોદી લહેર હોવા છતાં ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગિરી- સિંધુ દુર્ગ લોકસભા  બેઠક પર મળેલી હારના કારણે નિરાશ છે.

ચારે બાજુ મોદી મોદી...પણ મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતા ખુબ હતાશ, જોડાઈ શકે છે કોંગ્રેસમાં

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે બહુ જલદી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ દેશભરમાં મોદી લહેર હોવા છતાં ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગિરી- સિંધુ દુર્ગ લોકસભા  બેઠક પર મળેલી હારના કારણે નિરાશ છે. જેના કારણે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડી  શકે છે. 

fallbacks

fallbacks
રાજ્યસભા સાંસદ છે રાણે
નારાયણ રાણે હાલમાં ભાજપના કોટામાંથી રાજ્યસભા સાંસદ છે. લોકસભા ચૂંટણી પહેલા નારાયણ રાણેને કોંગ્રેસ તરફથી પાર્ટીમાં જોડાવવાની ઓફર મળી હતી, જે તેમણે ફગાવી દીધી હતી. સૂત્રોના હવાલે મળેલી માહિતી મુજબ નારાયણ રાણે પણજીથી દિલ્હી માટે રવાના થઈ ગયા છે અને આજે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.

જુઓ LIVE TV 

કોંગ્રેસ છોડીને નવા રાજકીય પક્ષની કરી હતી રચના
ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેએ કોંગ્રેસ છોડીને પોતાના નવા અલગ પક્ષની રચના કરી હતી. રાણેએ મહારાષ્ટ્ર સ્વાભીમાની પક્ષ બનાવ્યો હતો. પાર્ટીનું નિર્માણ કર્યા બાદ તેમણે ભાજપ સાથે જોડાણ કર્યું હતું. જો કે આ ચૂંટણીમાં નારાયણ રાણ ભાજપની સાથે ન ગયા અને એકલા લડવાનો ફેંસલો કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતાં. પરંતુ ત્યાં શિવસેનાના ઉમેદવારે તેમને હરાવી દીધા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More